BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.

Listening voice...


હોર્ટી પર્લાઇટ (જળપરિવાહ અને વાયુમિશ્રણ વધારે)- 400 ગ્રામ
ઇફ્કો શહેરી બાગકામ હોર્ટી-પર્લાઇટ એક વિશિષ્ટ જ્વાળામુખી ખનિજ છે, જે યોગ્ય સંજોગોમાં તેના કદમાં 20 ગણાથી વધુ પ્રમાણમાં પોપ અને વિસ્તરણ પામે છે, જે ખૂબ જ હળવા વજનના દાણાદાર પદાર્થમાં રચાય છે. દરેક કણ નાના પરપોટાનો બનેલો હોય છે, જે વિકસતા માધ્યમોમાં હવાના માર્ગો તરફ દોરી જાય છે, જે મહત્તમ વાયુમિશ્રણ પૂરું પાડે છે. વધુમાં, સપાટીના પોલાણ ભેજને ફસાવે છે અને તેને છોડના મૂળિયા માટે ઉપલબ્ધ બનાવે છે.
રચના:
- હોર્ટિકલ્ચર ગ્રેડ પર્લાઇટ
ઉત્પાદનની લાક્ષણિકતાઓ
- 100% પ્રાકૃત્તિક જ્વાળામુખી ખનીજ
- વાયુમિશ્રણ અને માળખાને વધારવા માટે પોટિંગ મિક્સ (જમીન-રહિત સહિત)માં ઉપયોગમાં લેવાય છે
- જળપરિવાહ પૂરો પાડે છે અને સંકોચનને ટાળવામાં મદદ કરે છે
- હાઇડ્રોપોનિક્સ, અંકુરણ, રુટિંગ કટિંગ્સ વગેરે માટે પણ તેનો ઉપયોગ થાય છે.
- સ્પેશિયલ રિ-સીલેબલ પેક
ઘણાબધા ઉપયોગો:
- બીજનું અંકુરણ અને રોપણી
- હાઇડ્રોપોનિક વૃદ્ધિ
- ફૂલો અને શાકભાજીની ખેતી
- ઇન્ડોર અને આઉટડોર છોડો
- લોન્સ અને મેદાન