Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...

બિન નફાની
પહેલ

સહકારી ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ

સમગ્ર ભારતમાં ખેડૂત વર્ગને શિક્ષણ અને તાલીમ આપવા માટે આઈએફએફસીઓ દ્વારા ૧૯૭૮માં સહકારી ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ (સીઓઆરડીઇટી)ની સ્થાપના કરવામાં આવી હતી. આજે, સીઓઆરડીઇટી ફૂલપુર, કલોલ, કંડલા, આઓન્લા અને પરાદીપમાં આવેલા તેના કેન્દ્રોમાંથી કાર્ય કરે છે.

સીઓઆરડીઇટી કૃષિ પધ્ધતિના નમૂનાઓ દર્શાવીને અને વિવિધ તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમોનું આયોજન કરીને ખેડૂતોને તેમની ખેતીની આવક વધારવામાં મદદરૂપ બની રહ્યું છે. સીઓઆરડીઇટીએ તેના કેન્દ્રોમાં પાક ઉત્પાદનની પધ્ધતિ, ડેરી, સંતુલિત ફલિતકરણ, જૈવિક ખાતરોનો ઉપયોગ, મધમાખીઓનો ઉછેર, મત્સ્યઉછેર, કમ્પ્યુટરનો ઉપયોગ, સ્ક્રીન પ્રિન્ટિંગ, વેલ્ડિંગ, ટેલરિંગ અને ભરતકામ, પુખ્ત વયના લોકો માટેના શિક્ષણ કાર્યક્રમો, ફળો અને શાકભાજીની જાળવણીની તાલીમ દર્શાવી છે.

Gallery 1
Gallery 2
Gallery 3
image

સીઓઆરડીઇટીએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન,વિવિધ રાજ્યોની મહિલાઓની સાથે ૨૬,૧૩૭ જેટલા ખેડૂતોને લાભ આપતા ૩૬૩ થી વધારે તાલીમ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ફુલપુર અને કલોલમાં આવેલા સીઓઆરડીઇટી કેન્દ્રો પણ ખેડૂતોને તેમની જમીન પરીક્ષણ પ્રયોગશાળાઓમાં મફતમાં જમીનનું પરીક્ષણ કરી આપવાની સુવિધા આપે છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માં,સીઓઆરડીઇટી એ મુખ્ય પોષક તત્વો માટે ૯૫,૭૦૬ નમૂનાઓ અને સૂક્ષ્મ પોષકતત્ત્વોના ૧૨૭,૭૪૦ ઘટકોનું પૃથક્કરણ કર્યું હતું.

સીઓઆરડીઇટી ફાર્મ્સમાં આધુનિક ખેતીની તકનીકો પર ૨૫ પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા હતા.

સીઓઆરડીઇટી ફુલપુર ખાતે૧૮૦૦ એમટી પશુઆહાર અને ૨૦૦૮ લિટર લીમડાના તેલનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

ફૂલપુર ખાતે ભારતીય જાતિ ધરાવતી ગાયોને પ્રોત્સાહન આપવા માટે ૨,૨૫૮.૫૦ લિટર ગાયના દૂધનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

સીઓઆરડીઇટી એ દત્તક લીધેલા ગામોમાં સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમ (આઇઆરડીપી) શરૂ કરવામાં આવ્યો છે. આ ગામોમાં વિવિધ સામાજિક અને પ્રચારાત્મક પ્રવૃત્તિઓ જેવીકે સામુદાયિક કેન્દ્રોનું નિર્માણ, પીવાના પાણીની સુવિધા, વૃક્ષારોપણ, જમીન પરીક્ષણ ઝુંબેશ, પશુ આહારનો પુરવઠો, વર્મીકમ્પોસ્ટને પ્રોત્સાહન, મીની-કીટનું વિતરણ (સીઆઈપી) વગેરે શરૂ કરવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૨૫૫ થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડૂતોની પહેલ

સોશિયલ મીડિયા પર બતાવેલ સમુદાયના માહિતીઓ