Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO'S NAME. IFFCO DOES NOT CHARGE ANY FEE FOR THE APPOINTMENT OF DEALERS.
Start Talking
Listening voice...

બિન નફાની
પહેલ

ઇન્ડિયન ફાર્મ ફોરેસ્ટ્રી ડેવલપમેન્ટ કોઓપરેટિવ લિમિટેડ

૧૯૯૩ માં સ્થપાયેલ, 'ઇન્ડિયન ફાર્મ ફોરેસ્ટ્રી ડેવલપમેન્ટ કોઓપરેટિવ લિમિટેડ' (આઈએફએફડીસી) એ એક બહુ-રાજ્ય સહકારી મંડળી છે, સામૂહિક પગલાં ભરીને કુદરતી સંસાધનના ટકાઉ વ્યવસ્થાપન દ્વારા પર્યાવરણનું જતન કરવા અને આબોહવામાં થતાં પરિવર્તનને ઘટાડવાના મુખ્ય ઉદ્દેશ્ય માટે, તથા ગ્રામીણ ગરીબો, આદિવાસી સમુદાય અને ખાસ કરીને મહિલાઓની સામાજિક- આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે તેની શરૂઆત કરવામાં આવી છે.

રાજ્યોના સૌથી દૂરની જગ્યાઓ સુધી પહોંચવા માટે, ૧૯,૩૩૧ સભ્યો સાથે ૧૫૨ ગ્રામ-સ્તરની પ્રાઈમરી ફાર્મ ફોરેસ્ટ્રી કોઓપરેટિવ સોસાયટીઝ (પીએફએફસીએસ) ની સ્થાપના કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ૨૯,૪૨૦-હેક્ટર નકામી અને ઉજ્જડ જમીનને વિવિધલક્ષી જંગલો તરીકે વિકસાવવામાં આવી છે. આજે, આઈએફએફડીસી દેશના બધા મોટા રાજ્યોમાં આવેલી છે, જે ૧૮ કરોડથી વધુ મૂલ્યના વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે.

હાલમાં,આઈએફએફડીસી આજીવિકા વિકાસ, કૃષિ, બાગાયત, કુદરતી સંસાધન વ્યવસ્થાપન અને મહિલા સશક્તિકરણ માટે ૯ રાજ્યોના લગભગ ૯,૪૯૫ ગામોમાં અને ૧૬,૯૭૪ હેક્ટર જેટલા વિસ્તારમાં વોટરશેડ યોજનાઓ પર ૨૯ થી વધારે યોજનાઓ શરૂ કરી રહી છે. આઈએફએફડીસી એ એએનએબીએઆરડી સાથેની ભાગીદારીમાં કૃષિ બાગાયત કાર્યક્રમ હેઠળ ૩૪૦૬-હેક્ટર જમીન પર ૮,૫૧૫ વાડીઓ (નાના બગીચા) વિકસાવી છે. વિવિધ યોજનાઓ હેઠળ, આઈએફએફડીસી કુલ ૧૮,૨૨૯ સભ્યો સાથે ૧,૭૧૫ સ્વ-સહાય જૂથો (એસએચજી)ની જવાબદારી લઈને ચલાવી રહી છે, જેમાં ૯૫% મહિલા સભ્યો છે. આઈએફએફડીસી વિશે વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો

2
3
4
1

ખેડૂતોની પહેલ

સોશિયલ મીડિયા પર બતાવેલ સમુદાયની માહિતિઓ