
જાગૃતિ માટેઅભિયાન
જમીનને બચાવો
જમીન બચાવો અભિયાનની શરૂઆત જમીનના નવીકરણ, અને લાંબાગાળાની અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી પદ્ધતિઓ માટે પાકની ઉત્પાદકતાને વધારવા પર ધ્યાનમાં રાખીને શરુ કરવામાં આવી હતી. આ અભિયાન જમીનનું પરીક્ષણ, પુનઃસ્થાપન અને સંરક્ષણ, પોષકતત્વોનો માપસરનો અને સંકલિત ઉપયોગ, જળ સંચાય વિકાસ અને સંરક્ષણ, પાકની પદ્ધતિમાં કઠોળનો સમાવેશ, પાકની વિવિધતા, કૃષિ યાંત્રિકરણ વગેરેને પ્રોત્સાહન આપે છે.
જાગૃતિ માટેની પ્રક્રિયા ઉપરાંત, ખેડૂતો બાયોગેસ યુનિટ, એમઆઇએસ – ટપક સિંચાઈ પદ્ધતિ, છંટકાવના સેટ, પ્લાસ્ટિક મલ્ચિંગ અને તેને સંબંધિત કૃષિ મશીનરી જેવી ખેત યાંત્રીકરણ તકનીકોની શરૂઆત કરી શકે તે માટે નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે.
આ અભિયાનમાં, આઈએફએફસીઓ એ -એક ડ્રોપે વધુ પાક - અભિયાનને પણ લોકપ્રિય બનાવ્યું જે જળસંપત્તિના વિકાસ અને વધુ કાર્યક્ષમ સંચાલન, ભૂગર્ભ જળ સ્તરમાં વધારો અને વધારાના વિસ્તારને સિંચાઈ હેઠળ લાવવા માટે માર્ગદર્શન આપે છે.
આ અભિયાનને લીધે સમગ્ર પાકની સરેરાશ ઉપજમાં ૧૫ - ૨૫% નો વધારો, જમીનની ઉત્પાદકતામાં વધારો અને વધુ સારી અને લાંબા ગાળાની ખેતીની તકનીકોના અમલીકરણ સાથે પાકની ઉત્પાદકતાને વધારવામાં ભારે સફળતા મળી હતી.