
ઇફ્કોની નોંધણી 3જી નવેમ્બર, 1967ના રોજ મલ્ટિ-યુનિટ કો-ઓપરેટિવ સોસાયટી તરીકે કરવામાં આવી હતી. છેલ્લાં 53 વર્ષોમાં, ભારતના ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવાના તેના ઉદ્દેશ્યને વળગી રહી ઇફ્કો ભારતની સૌથી સફળ સહકારી મંડળીઓમાંની એક તરીકે ઉભરી આવી છે. અમે દ્રઢપણે માનીએ છીએ કે સહકારી મોડલ પ્રગતિ અને સમૃદ્ધિનું સાચું અગ્રદૂત છે.
આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ (ICA) સંયુક્ત માલિકીની અને લોકશાહી રીતે નિયંત્રિત ઉદ્યોગસાહસિકતા મારફતે તેમની સામાન્ય આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો અને આકાંક્ષાઓને પહોંચી વળવા સ્વૈચ્છિક રીતે સંગઠિત વ્યક્તિઓના સ્વાયત્ત સંગઠન તરીકે સહકારીની વ્યાખ્યા આપે છે.
(સ્ત્રોત: ICA)
સહકારી મોડેલ, સૌથી સરળ સમજૂતીમાં, કામદારને ઉદ્યોગનો માલિક બનાવે છે. તે મૂડીવાદી માનસિકતાની યથાસ્થિતિને તેના મૂળ સિદ્ધાંતો સાથે વિરોધાભાસ કર્યા વિના પડકારે છે. એક એવી પરિસ્થિતિતંત્રનું નિર્માણ કરવું જે સહિયારા નફા, સહિયારા નિયંત્રણો અને સહિયારા લાભો પર કામ કરે છે. સહકારી મોડેલ માત્ર નફો જ પહોંચાડતું નથી, પરંતુ સમગ્ર સમાજને પ્રગતિ પણ પહોંચાડે છે.
સહકારની આધુનિક વિભાવનાએ ભારતમાં આઝાદી પછી પદ પ્રાપ્ત કર્યું. પરંતુ, તેના મૂળ પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં શોધી શકાય છે. ‘મહા ઉપનિશદ' માં ઉલ્લેખિત સંસ્કૃત શ્લોકનો શાબ્દિક અર્થ થાય છે કે 'આખું વિશ્વ એક વિશાળ કુટુંબ છે'. સહકારીતા મોડેલ ભારતીય જીવનશૈલીમાં યુગોથી ઊંડાણપૂર્વક જોડાયેલું છે.

સ્વાતંત્ર્યકાળમાં એક નવા પ્રગતિશીલ ભારતનો ઉદય થયો, જે ઔદ્યોગિક ક્રાંતિના મોજાને આગળ ધપાવવા આતુર હતો. આ નવી-મળી આવેલી મહત્વાકાંક્ષાએ સહકારી આંદોલનને વધુ મજબૂત બનાવ્યું, જેણે તેમને 5-વર્ષની યોજનાઓનો એક અભિન્ન ભાગ બનાવ્યો
1960ના દાયકા સુધીમાં, સહકારી આંદોલને દેશમાં કૃષિ, ડેરી, ઉપભોક્તા પુરવઠા અને શહેરી બૅન્કિંગના ઘણા દિગ્ગજો સાથે એક મજબૂત સ્થાન સ્થાપ્યું હતું.

સ્વતંત્ર ભારતને આર્થિક વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા માટે નવી ઊર્જાનો સંચાર કરવામાં આવ્યો હતો. સહકારી મંડળીઓએ ખૂબ મહત્વ પ્રાપ્ત કર્યું અને તે અમારી 5-વર્ષીય આર્થિક યોજનાઓનો એક અભિન્ન ભાગ બની ગઈ. પ્રથમ પંચવર્ષીય યોજના (1951-1956)ની સફળતાનો શ્રેય સહકારી સંગઠનો દ્વારા અમલીકરણને આપવામાં આવ્યો હતો. આમ, ભારતીય અર્થતંત્રમાં એક અલગ ક્ષેત્ર બન્યું.
પંડિત જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન

સહકારીતા એ ભારતીય જીવન પ્રણાલીનું ખૂબ જ મહત્વપૂર્ણ અને કેન્દ્રિય તત્વ રહ્યું છે. આના આધારે આપણે આર્થિક નીતિનું પુનર્ગઠન કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
શ્રી દીનદયાળ ઉપાધ્યાય દૂરંદેશી ચિંતક

Cooperative Information Officer : Ms Lipi Solanki, Email- coop@iffco.in