
છેલ્લાં 50 વર્ષમાં, ઇફ્કોએ ભારતીય ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન લાવવા માટે નિરર્થક પણે કામ કર્યું છે. એ જ કારણ છે કે અમારું અસ્તિત્વ છે; તેમની સમૃદ્ધિ એ અમારા જીવનનો ઉદ્દેશ છે. દરેક નિર્ણય, દરેક નિશ્ચય અને અમે જે કંઈ પણ પગલું લઈએ છીએ, તે માત્ર એક જ ધ્યેય તરફ નિર્દેશિત હોય છે: તે છે ખેડૂતના ચહેરા પરનું સ્મિત. આજે,ઇફ્કો દેશભરમાં 5.5 કરોડથી વધુ ખેડૂતોને 36,000 થી વધુ સહકારી નેટવર્ક ધરાવતા સહકારી મંડળીઓ દ્વારા સેવા આપે છે.
આટલા વર્ષોમાં, ઇફ્કોએ પાકની ઉત્પાદકતામાં સુધારા સાથે સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો કરીને લાખો ખેડૂતોના જીવનમાં પરિવર્તન કર્યું છે. અમારી આર્કાઇવમાંથી કેટલીક ગાથાઓ.
મહાન ગાથાઓની શરૂઆત સાહસિક વિચારોથી થાય છે. એક એવી જ ગાથા શરૂ થાય છે 1975માં, જ્યારે એક શહેરી મહિલાએ રોહતકથી 15 કિ.મી. દૂર આવેલા એક નાનકડા ગામમાં ખેતી કરવાનું નક્કી કર્યું.
ગ્રામજનોએ તેને એમનો એક મામૂલી શોખ સમજ્યો. પરંતુ, તેઓ દૃઢનિશ્ચયી હતા અને બધાને આશ્ચર્યચકિત કરતાં જઈ શ્રીમતી કૈલાસ પંવારે રેકોર્ડ કૃષિ ઉપજ સાથે વર્ષોવર્ષ જિલ્લાના પ્રખ્યાત ખેડૂતોને પાછળ છોડી દીધા. તે ઇફ્કોના કૃષિ સેવા કેન્દ્રની પ્રશંસા કરે છે, જેણે દરેક પગલે તેમને સાથ આપ્યો અને એમની મહેનટનો પૂરેપૂરો લાભ એમને મળી શક્યો.

રાજસ્થાનના તખતપુરા અને ગૂરંદીના ખેડુતો દર વર્ષે નિષ્ફળ પાક માટે તેમના નસીબને દોષ આપતા હતા. જ્યારે ભારતમાં હરિયાળી ક્રાંતિ જોવા મળી રહી હતી, ત્યારે આ ગામો પાષાણ યુગમાં જીવતા હતા. જ્યારે ઇફ્કોએ તેમને દત્તક લીધા ત્યારે શરૂ થઈ રેતી થી હરિત ક્રાંતિની યાત્રા.
પરંતુ, ગ્રામજનો આશંકિત હતા અને તેમની મદદ કે સલાહ લેવા માટે સંકોચ કરતા હતા. તેથી, ઉદાહરણ પૂરું પાડીને આગેવાની કરવાના સંકલ્પ સાથે ઇફ્કોએ પ્રદર્શન ક્ષેત્રોની સ્થાપન કરી અને આખરે ગ્રામજનો ઇફ્કોના મિશનમાં જોડાયા. હવે, આ ગામો અન્ય લોકો માટે આદર્શ ગામના રૂપમાં જોવા મળે છે.

અરુણ કુમારે ઉન્નાવ જિલ્લાના બેહતા ગોપી ગામમાં 4 એકર જમીન પર ખેતી કરતા હતા. તે શાકભાજીની સાથે કઠોળના તેલના બીજ જેવા પાકની ખેતી કરતા હતા. તેઓ તેની ઉપજમાં વધારો કરવા માંગતા હતા અને તેના માટે તેમણે ઇફ્કો સાથે જોડાવાનું નક્કી કર્યું, જ્યાં તેમને સલાહ આપવામાં આવી અને સારા બીજ પૂરા પાડવામાં આવ્યા. ઇફ્કોના રક્ષણાત્મક ઉત્પાદનોના ઉપયોગની સલાહ આપી અને વધુ સારી સંભાળની ખાતરી કરવા માટે ઇફ્કોના કર્મચારીઓ નિયમિતપણે તેમના ખેતરનું નિરીક્ષણ કરતા હતા. આનાથી અરુણ કુમારને પોતાની આવક વધારવામાં મદદ મળી અને હવે તે વધારાના ઉત્પાદન માટે પોલિહાઉસ સ્થાપિત કરવાની ઇચ્છા ધરાવે છે.

5 એકર ફળદ્રુપ જમીન હોવા છતાં શ્રી.ભોલા માત્ર એક લાખ જેટલું જ કમાઈ રહ્યા હતા. તેઓ પરંપરાગત ખેતીની પદ્ધતિઓથી ઉપજ વધારવા સખત મહેનત કરતા હતા પરંતુ સફળ ન થઈ શક્યા. જ્યારે ઇફ્કોએ તેમના ગામને દત્તક લીધું, ત્યારે તેમને ગલગોટાના ફૂલ જેવા રોકડ પાકની ખેતી કરવાની સલાહ આપી. ઇફ્કોના ક્ષેત્ર અધિકારીઓએ તેમને ગુણવત્તાયુક્ત બિયારણ, ટપક સિંચાઈ કીટ ખરીદવામાં મદદ કરી અને ઇફ્કોના ખાતરોનો ઉપયોગ કરીને યોગ્ય પોષણની સલાહ આપી. આજે તેઓ પોતાની આવકને અનેક ગણી વધારવામાં સક્ષમ છે અને એકર દીઠ 1.5 લાખથી વધુની કમાણી કરે છે.

ફળદ્રુપ જમીનો હોવા છતાં, આસામના લખનબાંધા ગામના લોકોએ શહેરોમાં વધુ સારી તકો માટે પોતાના ગામ છોડી દીધા. જ્યારે કેટલાક ગ્રામજનોએ ઇફ્કોનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે પ્રાયોગિક ધોરણે 1 હેક્ટર જમીન પર ખેતી કરવાનું નક્કી કર્યું, આ રીતે તડબૂચની ખેતીથી પરિવર્તનની યાત્રા શરૂ થઈ!
આ પ્રાયોગિક તરબૂચની ખેતીની સફળતા બાદ, અન્ય બિન-પરંપરાગત પાકોની શરૂઆત કરવામાં આવી અને એમ ઈફકો સફળ પણ રહ્યું. હવે, ગ્રામજનો એ રોકડ સમૃદ્ધ પાકોની ખેતી કરવાનું શરૂ કરી દીધું છે અને એ બધા જંગલી જમીનને ફળદ્રુપ જમીનમાં રૂપાંતરિત કરવા બદલ ઇફ્કોના આભારી છે.
