Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
વિઝન અને મિશન વિઝન અને મિશન

વિઝન અને મિશન

ખેડૂતો માટે, ખેડૂતો દ્વારા, ખેડૂતોને

ઊર્જાદક્ષ ખાતરોના સંતુલિત ઉપયોગ દ્વારા પાક ઉત્પાદકતા વધારવામાં મદદ કરીને ખેડૂતોની આવકમાં વધારો કરવો; પર્યાવરણીય સ્વાસ્થ્ય જાળવવું; અને સશક્ત ગ્રામીણ ભારત સુનિશ્ચિત કરવા માટે ખેડૂત સમુદાયને વ્યાવસાયિક સેવાઓ પ્રદાન કરવા માટે સહકારી મંડળીઓને આર્થિક અને લોકશાહી રીતે મજબૂત બનાવવી.

 દ્રષ્ટિકોણ 2020

કોર્પોરેટ વિકાસ યોજનાઓ

પોતાની વૃદ્ધિ અને વિકાસને ધ્યાનમાં રાખીને, ઇફ્કોએ તેની કોર્પોરેટ યોજનાઓ, 'મિશન 2005', 'વિઝન 2010' અને 'વિઝન 2015' શરૂ કરી હતી અને તેનો સફળતાપૂર્વક અમલ કર્યો હતો. આ યોજનાઓના પરિણામે ઇફ્કો ભારતમાં રાસાયણિક ખાતરોનું સૌથી મોટું ઉત્પાદક અને વિતરક બન્યું છે અને વિદેશમાં પ્રોજેક્ટ્સ અને જોઇન્ટ વેન્ચર કંપનીઓ સ્થાપીને નોંધપાત્ર વૈશ્વિક ધુરંધર બની છે.

દ્રષ્ટિકોણ: વૃદ્ધિ અને વિકાસનાં આગામી તબક્કાને આગળ વધારવા માટે ઇફ્કોમાં નીચેનાં ઉદ્દેશો પાર પાડવામાં આવશે.

  •  •	પ્રવર્તમાન પ્લાન્ટના આધુનિકીકરણ દ્વારા ઊર્જાની બચત માટે ચોક્કસ લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રવર્તમાન પ્લાન્ટના આધુનિકીકરણ દ્વારા ઊર્જાની બચત માટે ચોક્કસ લક્ષ્યાંકો હાંસલ કરવા
  •  ખાતરના નવા ઉત્પાદનોનું ઉત્પાદન, એગ્રો-પ્રોસેસિંગ એકમો અને એગ્રો કેમિકલ્સ પ્રોજેક્ટની સ્થાપના ખાતરના નવા ઉત્પાદનોનું ઉત્પાદન, એગ્રો-પ્રોસેસિંગ એકમો અને એગ્રો કેમિકલ્સ પ્રોજેક્ટની સ્થાપના
  •  ઇ-કોમર્સમાં વૈવિધ્યકરણ અને વેન્ચર કેપિટલ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવું ઇ-કોમર્સમાં વૈવિધ્યકરણ અને વેન્ચર કેપિટલ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવું
  •  વ્યૂહાત્મક ગઠબંધન મારફતે વિદેશમાં ખાતર પ્રોજેક્ટ્સની સ્થાપના વ્યૂહાત્મક ગઠબંધન મારફતે વિદેશમાં ખાતર પ્રોજેક્ટ્સની સ્થાપના
  •  સહકારી મંડળીઓ માટે ક્રેડિટ રેટિંગ એજન્સીની સ્થાપના કરવી સહકારી મંડળીઓ માટે ક્રેડિટ રેટિંગ એજન્સીની સ્થાપના કરવી

અમારી દ્રષ્ટિ હેઠળ વાસ્તવિક લક્ષ્યાંકો

  • ખાતરોના ઉત્પાદનમાં વૈશ્વિક આગેવાન તરીકે ટકી રહેવું
  • ઊર્જા વપરાશ ઘટાડીને અને વધુ સારા સંસાધન વ્યવસ્થાપન દ્વારા સાતત્યપૂર્ણ વિકાસ માટેની વ્યૂહરચનાઓનો અમલ કરવો
  • ફોરવર્ડ/બેકવર્ડ ઇન્ટિગ્રેશન મારફતે મુખ્ય વ્યવસાયનો સમન્વય વધારવો
  • વ્યૂહાત્મક સંયુક્ત સાહસો અને સમન્વયી અધિગ્રહણ મારફતે આંતરરાષ્ટ્રીય બજારોમાં હાજરી વધારવી
  • નાણાકીય સ્થિરતા માટે અન્ય ક્ષેત્રોમાં વૈવિધ્યકરણ
  • સંકલિત પોષકતત્વોના વ્યવસ્થાપન અને ખાતરના મહત્તમ ઉપયોગને પ્રોત્સાહન આપવું
  • સહકારી મંડળીઓને આર્થિક રીતે મજબૂત, વ્યાવસાયિક રીતે સંચાલિત અને ઉત્પાદકતામાં સુધારો કરવા માટે અદ્યતન કૃષિ પદ્ધતિઓથી ખેડૂત સમુદાયને સજ્જ કરવા, જેથી ગ્રામીણ ભારતનું સશક્તિકરણ સુનિશ્ચિત થઈ શકે.
  • વાર્ષિક 15 મિલિયન ટનના ખાતરના માર્કેટિંગના લક્ષ્યાંકને હાંસલ કરવો

અમારું મિશન

ઇફ્કોનું ધ્યેય "ભારતીય ખેડૂતોને વિશ્વસનીય, ઉચ્ચ ગુણવત્તાયુક્ત કૃષિ નિવેશ અને સમયસર સેવાઓ પ્રદાન કરીને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ અને સમૃદ્ધ થવા માટે સક્ષમ બનાવવાનું અને તેમના કલ્યાણ માટે સુધારા અને અન્ય પ્રવૃત્તિઓ હાથ ધરવાનું છે."

  • ખેડૂતોને પાકની ઉત્પાદકતા વધારવા માટે યોગ્ય સમયે અને પર્યાપ્ત માત્રામાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતરો પૂરાં પાડવાં.
  • સામુદાયિક જીવનની ગુણવત્તાને સમૃદ્ધ કરવા સ્વાસ્થ્ય, સુરક્ષા, પર્યાવરણ અને વનીકરણ વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધતા.
  • મુખ્ય મૂલ્યોને સંસ્થાગત સ્વરૂપ આપવું અને ટીમ નિર્માણ, સશક્તિકરણ અને નવીનતાની સંસ્કૃતિનું સર્જન કરવું, જે કર્મચારીઓના વિકાસમાં મદદરૂપ થશે અને તેમને વ્યૂહાત્મક ઉદ્દેશો હાંસલ કરવા સક્ષમ બનાવશે.
  • કામ કરવા માટે વિશ્વાસ, નિખાલસતા અને પારસ્પરિક ચિંતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું, જે હિતધારકો માટે ઉત્તેજક અને પડકારરૂપ અનુભવ છે.
  • વિશ્વસનીય, કાર્યક્ષમ અને ખર્ચ-પ્રભાવી ટેકનોલોજીઓસ્થાપિત કરવી, તેને આત્મસાત કરવી અને અપનાવવી.
  • દેશમાં સહકારી ચળવળને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ એક સાચી સહકારી મંડળી. એક સક્રિય સંગઠન તરીકે ઊભરવું, વ્યૂહાત્મક શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું, ભૂતકાળની સફળતાને જન્મ આપવા અને તેના પર નિર્માણ કરવા માટેની તકોનો લાભ લેવો, શેરધારકોના મૂલ્યને મહત્તમ બનાવવા માટે આવકમાં વધારો કરવો.
  • પ્લાન્ટ ઊર્જાને કાર્યક્ષમ બનાવવી અને ઊર્જાના સંરક્ષણ માટે વિવિધ યોજનાઓની સતત સમીક્ષા કરવી.
  • ભારતની બહાર જોઇન્ટ વેન્ચર્સમાં શરૂઆત કરીને ફોસ્ફેટિક ખાતરોના ઉત્પાદન માટે વાજબી ખર્ચે કાચા માલનું સોર્સિંગ કરવું.
  • સુધારેલા અને પ્રતિભાવશીલ ગ્રાહક પર ધ્યાન કેન્દ્રિત કરીને મૂલ્ય સંચાલિત સંસ્થાનું નિર્માણ કરવું. સૈદ્ધાંતિક અનેવ્યાવહારિક પારદર્શિતા, જવાબદારી અને પ્રામાણિકતા પ્રત્યે સાચી પ્રતિબદ્ધતા.
  • મજબૂત સામાજિક તાણાવાણા માટે સામાજિક જવાબદારીઓ પ્રતિ વચનબદ્ધતા.
  • કોર અને નોન-કોર સેક્ટરમાં વૃદ્ધિ સુનિશ્ચિત કરવી.