
ખેડૂત વિકાસના કાર્યક્રમો

સ્થાનિક ખેડૂતોને ખાતર, ગુણવત્તાયુક્ત બિયારણ અને વૈજ્ઞાનિક કૃષિ વ્યવસ્થાપનના સંતુલિત ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવામાં મદદ કરવા માટે, બે-પ્લોટના પ્રદર્શન તરીકે જેની શરૂઆત થઈ હતી, તે એક વિશાળ ગતિવિધિમાં ફેરવાઈ ગયું છે, જેમાં અત્યાર સુધીમાં ૨૩૦૦ થી વધારે ગામડાંઓ આશા અને સમૃદ્ધિના માર્ગદર્શક બન્યા છે.

ખાસ કરીને જમીનની ફળદ્રુપતા વધારવા માટે, ખાતરોના માપસરના અને સંકલિત ઉપયોગ કરીને એન:પી:કે ના વપરાશના ગુણોત્તરમાં સુધારો કરવા, ખેડૂતોને ગૌણ અને સૂક્ષ્મ પોષકતત્વોના મહત્વ સમજાવવા માટે અને અદ્યતન કૃષિ તકનીકના ઉપયોગ વિશે શિક્ષિત કરીને ખાતરોનો અસરકારક ઉપયોગ કરીને પાકની ઉત્પાદકતા વધારવા, જળ સંચય અને લાંબાગાળાની ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રચારાત્મક અને વિસ્તરણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જમીન બચાવો અભિયાનની શરૂઆત માટીના પુન:શક્તિ સંચાર અને લાંબાગાળાની અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી પદ્ધતિઓ દ્વારા પાકની ઉત્પાદકતાને વધારવાને ધ્યાનમાં રાખીને શરુ કરવામાં આવી હતી. આ પ્રયાસોના કારણે જ વિવિધ પાકોની સરેરાશ ઉપજમાં ૧૫-૨૫% નો વધારો થયો છે; જમીનની ઉત્પાદકતામાં વધારો અને વધુ સારી ખેતીની તકનીકો અપનાવી છે.

પોતાના જ્ઞાન અને અનુભવને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે આઈએફએફસીઓ એ વિવિધ પ્રતિષ્ઠિત કૃષિ યુનિવર્સિટીઓ અને સહકારી સંસ્થાઓમાં પ્રોફેસરો ચેર સુનિશ્ચિત કરી છે.