
એક સર્વસામાન્ય અભિયાન પ્રતિ કામ કરવું
ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે તેમને સેવા પ્રદાન કરવાના અભિયાન સાથે શરૂ કરવામાં આવેલ; IFFCO પરિવારે ઉર્જા કાર્યક્ષમ ખાતરોનું ઉત્પાદન કરવા, ચિરસ્થાઈ પ્રથાઓ સ્થાપિત કરવા, ખેડૂતોને ટેકનિકલ જ્ઞાન આપવા અને આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરવા માટે છેલ્લાં પાંચ દાયકાઓમાં અથાક મહેનત કરી છે.

IFFCO પરિવાર
28 પ્રાદેશિક કાર્યાલયો, ઉત્પાદન એકમો અને મુખ્ય કાર્યાલયો ધરાવતી 4500 લોકોની એક મજબૂત ટીમ IFFCO નો પરિવાર છે.

ઉત્પાદન એકમો
તમારી પ્રગતિના મૂળમાં રોપાયેલ કાર્ય સંસ્કૃતિ
લોક-કેન્દ્રિત કાર્યો કરવાની સંસ્કૃતિ દ્વારા, IFFCO થકી કારકિર્દી બનાવનાર દરેક વ્યક્તિને શીખવાની, વિકાસની અને પ્રગતિના પંથે આગળ વધવાની અનેક તકો મળે છે; સાથે-સાથે દેશના ખેડૂતોને સશક્ત બનાવવાના સામાન્ય મિશનમાં પણ તે પોતાનું યોગદાન આપે છે. IFFCO ની કાર્ય સંસ્કૃતિને આકાર આપનાર છ સિદ્ધાંતો છે:

IFFCO સંસ્થા કોઈપણ વ્યક્તિની અંગત નાણાંકીય સ્થિતિને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિના પ્રગતિ કરવાના અને સન્માન સાથે જીવવાના અધિકારને જાણે છે અને તેનું સન્માન કરે છે.

દરેક વ્યક્તિની સલામતી, સુરક્ષા, સુખાકારી અને પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે કર્તવ્યના આહ્વાન સાથે આગળ વધવું.

સમગ્ર સંસ્થામાં સ્વયંથી આગળ નીકળવાનો અમારો જુસ્સો જોવા મળે છે, IFFCO માં દરેક વ્યક્તિ સ્વામિત્વ અને શ્રેષ્ઠતાના લક્ષ્ય દ્વારા પ્રેરિત છે.

માહિતીના મુક્ત પ્રવાહ દ્વારા નવા વિચારો, નવીનતાઓ અને અધિકૃતતાના વિનિમયને પ્રોત્સાહન આપવું.

કૌશલ્ય વિકાસને ઝડપી બનાવવા માટે શીખવાના કાર્યક્રમોનું સતત અમલીકરણ, ભવિષ્ય માટે તૈયાર કાર્યબળનું નિર્માણ
મૂલ્યો જે આપણા માર્ગ પર અજવાળા પાથરે છે
IFFCO એટલે જીવન જીવવાની રીત
IFFCO પરિવારમાં જોડાઓ
નેશનલ કો-ઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) ખાતે વર્તમાન ઓપનિંગ્સ
1. મેનેજર ─ IT કાર્યો અને સેવાઓ
2. મેનેજર - ફાઇનાન્સ, ટ્રેઝરી અને કમ્પ્લાયન્સ
3. કૃષિ સ્નાતક તાલીમાર્થી (AGT) ની જગ્યા માટે ખાલી જગ્યાની જાહેરાત