Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...

ખેડૂતના
વિકાસ માટેના
કાર્યક્રમ

ગામ દત્તકના કાર્યક્રમ

જાગૃતિ અને શિક્ષણના મુખ્ય ઉદ્દેશ્ય સાથે, આઈએફએફસીઓ એ બે -પ્લોટ નિદર્શન પ્રણાલીની સાથે પસંદ કરેલા વિસ્તારોમાં વિકાસના કાર્યક્રમો શરૂ કર્યા જે થોડા જ સમયમાં આખા ગામમાં ફેલાઈ ગયા; ગામને દત્તક લેવાની પદ્ધતિ અપનાવીને.તે પછી થોડા જ સમયમાં ૧૦ ગામોને દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆત થઇ ત્યારથી ૨૩૦૦ થી વધારે ગામડાંઓને આશા અને સમૃદ્ધિ ના માર્ગદર્શક બનવામાં આઈએફએફસીઓ એ મદદ કરી છે

ખાતરોનો માપસરનો ઉપયોગ, સારી ગુણવત્તાવાળા બિયારણો અને વૈજ્ઞાનિક ખેત વ્યવસ્થાપનથી ખેતીમાં વધુ ઉત્પાદન કરીને ગ્રામ્ય વિસ્તારના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ગામ દત્તક લેવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિઓ સામાજિક, પ્રમોશનલ અને સમુદાય કેન્દ્રિત વિકાસના કાર્યક્રમો, તબીબી અને પશુચિકિત્સા ચેક-અપનું અભિયાન, જમીનનું પરીક્ષણ,ખેતી સંબંધિત વિશેષ સલાહો અને ગ્રામ્ય મહિલાઓ માટે તાલીમ કાર્યક્રમો યોજીને તેને પરિવારો અને પશુધન સુધી વિસ્તરવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માં, ૩૪૨ જેટલા દત્તક લીધેલા ગામોમાં વિવિધ પ્રચારાત્મક, સામાજિક અને સામુદાયિક વિકાસના કાર્યક્રમો,તબીબી અને પશુચિકિત્સા ચેક-અપ કેમ્પ,ગ્રામ્ય મહિલાઓ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડૂતની પહેલ

સોશિયલ મીડિયા પર બતાવેલ સમુદાયની માહિતીઓ