


ઝિંક સલ્ફેટ મોનોહાઇડ્રેટ 33%
ઝિંક એ આવશ્યક સૂક્ષ્મપોષકતત્વોમાનું એક તત્વ છે છે જે છોડના પ્રોટીનના સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચકોને સક્રિય કરવા માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે. ઇફ્કો ઝિંક સલ્ફેટ મોનોહાઇડ્રેટ (Zn 33%, S-15%) પાકમાં ઝિંકની ઉણપને અટકાવે છે અને સુધારે છે.
લાભો
પાકને હરિયાળાં રાખે છે
પાકની ઝિંકની ઉણપને સુધારે છે
છોડમાં પ્રકાંડની વૃદ્ધિમાં વધારો કરે છે
ખાસ કરીને તેલીબિયાંના પાકોમાં પાકની ઉપજમાં વધારો કરે છે
એન્ઝાઇમ અને છોડના પ્રોટીનની રચના માટે આવશ્યક
મૂળમાં નાઇટ્રોજનને સ્થિરિત કરવામાં મદદરૂપ થાય છે
ઝિંક સલ્ફેટ મોનોહાઇડ્રેટ 33%નો ઉપયોગ કેવી રીતે કરવો
ખાતરોનો ઉપયોગ પાક ચક્ર સ્થળ, પ્રમાણ અને સમયને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ.
ઝિંક સલ્ફેટ મોનોહાઇડ્રેટ વાવણી સમયે પાક પર અને ઉભા પાકમાં લગાવી શકાય છે. આ ખાતર વાવણી સમયે જમીનમાં 2-3 કિગ્રા/એકરના દરે સીધું જ લગાવી શકાય છે અને જરૂર પડે તો 40-45 દિવસ (અનાજના પાક માટે 25થી 30 દિવસ)ના અંતરે પણ આ જ પ્રકારનો ડોઝ ઉભા પાકમાં લગાવી શકાય છે.
જો ખાતરના ઉપયોગ માટે પાંદડાના છંટકાવની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો 2-3 ગ્રામ ઝિંક સલ્ફેટ મોનોહાઇડ્રેટ + 2.5 ગ્રામ ચૂનો અથવા 10 ગ્રામ યુરિયા પ્રતિ લિટર પાણી યોગ્ય રીતે મિશ્રિત કરવું જાઇએ અને વનસ્પતિના વિકાસ પછી પ્રથમ કે બીજા અઠવાડિયામાં પાંદડા પર સીધો છંટકાવ કરવો જાઇએ.